મોરબીઃ ભારતની રક્ષા કાજે પુલવામાં શહીદી વ્હોરનારા શહીદવિરો માટે મોરબીમાં ચારે તરફથી વીરાંજલી, શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને શહીદ જવાનોના પરિવાર જનો માટે વિવિધ સંસ્થાઓ, વ્યક્તિઓ દ્વારા રૂપિયા ત્રણ કરોડ જેટલું માતબર દાન એકત્ર થયું છે ત્યારે તા.25.2.19 ના રોજ પટેલ સમાજવાડી શનાળા ખાતે ડો. અઘારાના સુપુત્ર ચિરાગના લગ્ન ડો. નિધિ સાથે અને સુપુત્રી પ્રેક્ષાના લગ્ન દિનેશભાઇ વડસોલાના સુપુત્ર ડો.તરૂણ વડસોલા સાથે લેવાયા હતા. આ ડોકટર વર – વધુના લગ્નની શરૂઆત શહીદવીરોના ફોટો સામે વર-વધુના વરદ હસ્તે દીપજ્યોતિ જલાવવામાં આવી હતી.
ત્યારબાદ બેન્ડ પાર્ટી દ્વારા એય. મેરે વતન કે લોગો…ગીત વગાડવામાં આવ્યું ત્યારબાદ બંને કુમાર-કન્યા તરફથી રૂ 11111/- તથા રૂ 11111/- એમ કુલ રૂપિયા 22222/- રૂપિયા બાવીસ હજાર બસો બાવીસના આર્મી ફન્ડની જાહેર કરવામાં આવી અને અધારા અને વડસોલા પરિવારજનો તરફથી રૂપિયા 33333/-તેત્રીસ હજાર ત્રણસો તેત્રીસ પુરા એમ કુલ 55555/- પંચાવન હજાર પાંચસો પંચાવન પુરાની ધનરાશી લગ્ન સ્થળે વીર સપૂતોના વીરાંજલી શ્રદ્ધાંજલી માટેનો સ્ટોલ ઊભો કરીને એકત્ર કરવામાં આવી હતી.
સાથે શહીદોના ફોટો સામે દીપજ્યોતિ પ્રગટાવી અમરજવાન જ્યોતિની પ્રતિકૃતિ પાસે બે વ્યક્તિઓને સેનાના ડ્રેશકોડ સાથે સ્ટોલ પર રાખવામાં આવ્યા હતા. એમના દ્વારા જ લગ્ન સમારંભમાં ઉપસ્થિત સગા- વ્હાલઓ પાસેથી શહીદવિરો માટે ફન્ડ એકત્ર કરી અનોખી રીતે વીરાંજલી આપી દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમના દર્શન કરાવશે અધારા & વડસોલા પરિવાર દ્વારા સ્તુત્ય પગલું ભરવામાં આવ્યું
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.