મોરબીના શનાળા રોડ પર ભૂગર્ભનું ઢાકણું તૂટી જતા અકસ્માતનું જોખમ

18
252
/

કોઈ અકસ્માત સર્જાય પહેલા જ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.તેથી પાલિકા તંત્ર કોઈ અકસ્માત સર્જાય તે પહેલા જ યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

મોરબીના શનાળા રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે અને ત્યાં ખાડો પડી ગયો છે. આથી ભૂગર્ભનું ઢાંકણું તૂટી જવાથી ગટર ખુલી હોવાથી તેમાં કોઈ ખાબકે તેવી દહેશત વર્તાઈ રહી છે. આ રસ્તે પસાર થનાર વાહન ચાલકો પર ખુલ્લી ગટરથી અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે અને ખુલ્લી ગટર અબોલ પશુઓ માટે પણ જોખમી બને તેવી ભીતિ સેવાય રહી છે. તેથી કોઈ અકસ્માત થાય તે પહેલાં જ આ તૂટી ગયેલા ભૂગર્ભ ગટરના ઢાંકણાની તંત્ર વહેલી તકે મરમત કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.