Abhinandan LIVE: અભિનંદન ભારત પરત ફર્યા, વડા પ્રધાન મોદીએ IAF પાઇલટની હિંમતને બિરદાવી

45
367
/

ભારતના લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા એ ઘડી આખરે આવી ગઈ. પાકિસ્તાની સેનાના કાફલા સાથે વિંગ કમાન્ડર અભિનંદન આવી પહોંચ્યા છે

ભારતીય પાઇલટ વિંગ માન્ડર અભિનંદન વર્થમાન શુક્રવારે રાત્રે 9.20 વાગ્યે વાઘા-અટારી સરહદથી ભારત પરત આવ્યા.વડા પ્રધાન મોદીએઅભિનંદનના આગમન અંગે ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું કે ‘તમારી હિંમત પર દેશને ગર્વ છે.’કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિંગ કમાન્ડર અભિનંદનનું સ્વાગત કરતા ટ્વીટ કર્યું, “વિંગ કમાન્ડર અભિનંદન તમારી ગરિમા, શૌર્ય અને વીરતાએ આપણને સૌને ગૌરવાન્વિત કર્યા છે.”ગૃહમંત્રી રાજનાથ સિંહે અભિનંદનના પરત ફરવા અંગે ટ્વીટ કર્યું, “વેલકમ હોમ. આખા દેશને વિંગ કમાન્ડર અભિનંદન પર ગર્વ છે.”27 ફેબ્રુઆરીએ અભિનંદનને પાકિસ્તાનની સેનાએ હિરાસતમાં લીધા હતા અને ઘટનાના એક દિવસ બાદ તેમને મુક્ત કરવાની જાહેરાત પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કરી હતી.ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારથી જ વાઘા-અટારી સરહદ પર અભિનંદનના આગમનને વધાવી લેવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને દેશભરમાં ઉજવણી કરાઈ હતી.ભારતીય વાયુસેનાના ઍર વાઇસ માર્શલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “અભિનંદનને પાકિસ્તાને ભારતને સોંપી દીધા છે. અમે પ્રોટોકૉલ અંતર્ગત તેમને મેડિકલ તપાસ માટે લઈ જઈ રહ્યા છે. અમને આનંદ છે કે અભિનંદન હવે અમારી વચ્ચે પરત આવી ચૂક્યા છે.”તેમણે એવું પણ જણાવ્યું હતું કે અભિનંદનને હવાઈ માર્ગે દિલ્હી લઈ જવામાં આવશે.અમદાવાદની એક શાળામાં વિદ્યાર્થીઓએ વિંગ કમાન્ડર અભિનંદનની મુક્તિ માટે પ્રાર્થના યોજી હતી ત્યારની તસવીરપાકિસ્તાનના સૂચના મંત્રાલયે પોતાના ટ્વિટર હૅન્ડલ પર જમ્મુ અને કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહબુબા મુફ્તીનો એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેઓ પાકિસ્તાની સરકારના સંબંધિત નિર્ણયના વખાણ કરી રહ્યાં છે.સૂચના મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદી નેતા મીરવાઇઝ ઉમર ફારૂકની એક ટ્વીટ પણ પોસ્ટ કરી.ટ્વીટમાં મીરવાઇઝે લખ્યું છે, “આશા છે કે સંભવિત યુદ્ધનાં વાદળો હટશે અને કાશ્મીર સમસ્યાનો ઉકેલ શાંતિથી નીકળશે.”અભિનંદનના સ્વાગત માટે મોટા પ્રમાણમાં ભારતીયો તિરંગા સાથે વાઘા સરહદ પર એકઠા થયા છે

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.