ઇસ્લામાબાદમાં પાકિસ્તાર સરકારે બુધવારે એક સુચનાપત્ર જાહેર કર્યુ હતું
જેમાં દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ છે, જેના કારણે ચોક્કસ પગલાં તાત્કાલિક ધોરણે લેવામાં આવી શકે છે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ભારતની એરસ્ટ્રાઇકનો જવાબમાં બુધવારે પાકિસ્તાને સિઝફાયરનું ઉલ્લંઘન કરીને ભારતની વાયુ સીમામાં ફાઇટર જેટ્સ મોકલ્યા હતા. પાકિસ્તાને બુધવારે રાત્રે સુચના જાહેર કરી હતી અને અધિકારીઓની રજાઓ કેન્સલ કરી દેવાના નિર્ણય લીધા હતા.
પાકિસ્તાનના એક પત્રકારે ટ્વીટર પર લખ્યું, કરાચી જોખમમાં છે, અનેક ક્ષેત્રોમાં બ્લેકઆઉટ થવા લાગ્યું છે, જેમાં મિલિટરી બિલ્ડિંગ્સ અને નિવાસસ્થાનો સામેલ છે. બ્લેકઆઉટમાં માલિર કેન્ટર, પીએએફ ફૈઝલ બેઝ અને પીએનએસ પરસાઝ સામેલ છે. પાકિસ્તાનની વાયુસેનાએ સિંધના તટ અને રણ વિસ્તારના બેલ્ટ પર સતર્કતા જાળવી રાખી છે.
આર્મી ચીફે એક મીટિંગ બાદ કરાચીમાં ઇમરજન્સી લાગુ કરી દીધી હતી અને ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરી દીધું છે. પાકિસ્તાનનો દાવો છે કે, ભારત સાથે તણાવને ધ્યાનમાં રાખીને કરાચીમાં એડમિનિસ્ટ્રેશન ઇમરજન્સી લાગુ કરી છે. યોગ્ય સમન્વય માટે સિંધમાં નિયંત્રણ કક્ષો પણ બનાવવામાં આવ્યા છે. ગુજરાતના રાજકોટ હવાઇ ક્ષેત્રમાં ઘણી બધી સૈન્ય ગતિવિધિઓ પણ થઇ રહી છે.
આ અગાઉ ગુરૂવારે પાકિસ્તાન સિવિલ એવિએશન ઓથોરિટી (CAA)એ આગામી આદેશ સુધી પાકિસ્તાનમાં તમામ ઘરેલૂ અને આતંરરાષ્ટ્રીય એરલાઇન્સ માટે ફ્લાઇટ કેન્સલ કરવાની જાહેરાત કરી હતી.
પાકિસ્તાનના બાલાકોટમાં મંગળવારે ઘૂસીને ભારતીય વિમાનોએ આતંકી ઠેકાણાઓ નષ્ટ કરી દીધા હતા. જવાબમાં બુધવારે સવારે અંદાજિત 11 વાગ્યે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ત્રણ પાકિસ્તાની ફાઇટર જેટ્સે LoCમાં ઘૂસણખોરીના પ્રયત્નો કર્યા હતા. પાકિસ્તાની વિમાન એલઓસી નજીકથી અંદાજિત 3થી 4 કિમી અંદર ઘૂસી આવ્યા હતા. તેઓ કોઇ કાર્યવાહી કરે તે પહેલાં ભારતીય વાયુસેનાએ આ જેટ્સને ઘેરી લીધા
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.