મોરબી સહિત રાજ્યભરના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા
મોરબી : જીએસટીનો કાયદો લાગુ થયા પછી વેપાર ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. હવે સરળતા વધતી જાય છે. છતા આરંભના મહિનાઓમાં કાયદાની અસમજને લીધે એ વખતે કરેલી ભૂલોના ફળ નિકાસકારો હજુ ભોગવી રહ્યા છે. ૨૦૧૭ના વર્ષના આઈજીએસટી રિફંડ ટેકિનકલ ક્ષતિને કારણે હવે કેન્દ્ર સરકાર છૂટ્ટા નહીં કરતી હોવાથી નિકાસકારોની ૧૨૫ કરોડ કરતા વધારે રકમ ફસાઈ ગઈ છે.જેમાં મોરબીના પણ અનેક નિકસકારોનો સમાવેશ થાય છે.
જીએસટી લાગુ થયો એ પછી જુલાઈ, ઓગષ્ટ અને સપ્ટેમ્બર ૨૦૧૭ ના રિફંડ ફસાયેલા છે. કરોડો રૂપિયા ફસાય જતા વ્યાજની તો નુકસાની થઈ છે પરંતુ હવે એ રકમ મળવાની પણ આશા રહી નથી. કારણ કે, ઓકટોબર ૨૦૧૮માં સીબીટીસીએ રિફંડ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરી દીધો છે. ચેમ્બર દ્વારા આ મુદ્દે સતત રજૂઆત થઈ છે. જીએસટી પૂર્વે એક્સાઈઝ લાગુ હતી. તે વખતે શિપિંગ બિલો ફાઈલ કરવા માટે એ અને બી એમ બે કોડ વપરાતા ઉત્પાદક નિકાસ કરે તો બી લખવામાં આવતો અને ટ્રેડિંગ કરનારા નિકાસ કરે તો એ લખવામાં આવતો જીએસટી લાગુ થયા પછી બી લખનારાને રિફંડ મળી ગયું. પરંતુ જે ટ્રેડિંગ કરીને નિકાસ કરતા હતા તેમના શિપિંગ બિલો ફાઈલ કરતી વખતે સિસ્ટમમાંનો ઓપ્શન ચાલતો ન હતો.
કેટલાકે એ વખતે સી લખીને ફાઈલ કર્યા અને થઈ પણ ગયા. નિકાસકારો કે કિલયરિંગ એજન્ટોનું અજ્ઞાન જે ગણો તો પણ આ રીતે સી વિકલ્પથી શિપિંગ બિલો ફાઈલ થતા રહ્યા. ઓકટોબર ૨૦૧૭માં સરકારે એ-બી-કે-સી ગમે તે લખવાથી રિફંડ મળે એવી જાહેરાત થઈ. જુલાઈથી ઓકટોબર ૨૦૧૭માં એ અને સી લખતા હતા તેમના રિફંડ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક રિજેક્ટ થવા લાગ્યા હતા.
ક્યુલર જાહેર થયો છે. જો કે, હવે સરકાર આ મુદ્દે કોઈ કાર્યવાહી કરવાના મૂડમાં નથી.જેને પગલે નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે.
આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.