મોરબી જિલ્લાના ૧૧ ઘરોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા

0
476
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

કોરોના વાયરસના વધતા કેસોને પગલે અધિક કલેક્ટરનું જાહેનામુ પ્રસિદ્ધ

મોરબી : હાલ મોરબી જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ને અટકાવવા સરકારની માર્ગદર્શિકા અનુસાર તા.૦૧/૦૧/૨૦૨૨ના અને તા.૦૩/૦૧/૨૦૨૨ના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે. મુછારના જાહેરનામા અનુસાર ૧૧ ઘરને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ ૧૧ ઘર ઓમ પેલેશ રવાપર, ઈમ્પેરીયલ હાઈટ્સ રવાપર રોડ, એસ.પી.રોડ મોરબી, ઉમા ટાઉનશીપ મોરબી-૨, ઓશો ટાવર બાયપાસ રોડ મોરબી, ધર્મલાભ સોસાયટી ભક્તિનગર સર્કલ મોરબી, એલ.ઈ.કોલેજ સ્ટાફ ક્વાટર મોરબી, નીલકંઠ સ્કુલ સામે રવાપર રોડ મોરબી, ન્યુ ચંદ્રેશ શનાળા રોડ મોરબી, હરબટયારી તા.ટંકારા, મહેન્દ્રનગર તા.મોરબી, જેવા વિસ્તારમાં સમાવેશ થાય છે. આ ૧૧ ઘરને ૧૪ દિવસ માટે કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ જાહેરનામામાંથી સરકાર ફરજ કામગીરી ઉપરના હોમગાર્ડ/પોલીસ કે અન્ય સરકારી અથવા અર્થ સરકારી એજન્સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્ટાફ તથા ઈમરજન્સી સેવા, કાયદો અને વ્યવસ્થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેવો કાયદેસરની ફરજ પર હોય તેવા તથા સક્ષમ અધિકારીની મંજૂરી આપેલી હોય તેવી વ્યક્તિ/સેવાઓની આ હુકમ લાગુ પડશે નહી.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/