નીચેથી લઈ ઉપર ઠેક ઉપર સુધીના અધિકારીઓ ની મીઠી નજર હેઠળ સુવ્યવસ્થિત રીતે ચાલતો કાળો કારોબાર..!!
વાંકાનેર તાલુકામાં ચૂંટણી ને લઈને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે વાંકાનેર તાલુકામાં અનેક ચેક પોસ્ટ પણ બનાવમાં આવી છે તેમ છતાં ખનીજ ભરેલા ટ્રકો ખનીજ ચોરી કરી ગેરકાયદેસર નું વહન કરી રહ્યા છે.વાંકાનેર તાલુકામાં કાનપર મહિકા,હોલમઢ,જાલસીકા, ગારીયા,કોઠી,લુણસર,ગામ માંથી પસાર થતી મચ્છુ નદીમાંથી ગેરકાયદેસર કાળી રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર. અને પોલીસ વિભાગ તેમજ LCB ને પણ જાણ હોવા છતાં આ કળોબાર મસમોટી સંખ્યામાં ધમધમી રહ્યો છે.મોરબી ખાણ ખનીજ ખાતા દ્વારા પણ અવારનવાર અહીંથી મોટી સંખ્યામાં ખનીજ ચોરી કરતા વાહનો પકડી પાડવામાં આવ્યા છે તેમ છતાં અન્ય જવાબદાર ખાતા અધિકારીઓ ગાંઢ નિદ્રામાં હોવાનું નાટક કરી રહયા હોય તેમ પાછલા બારણે વહીવટ કરી નીકળી જાય છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.