(રિપોર્ટ : કૌશિક મારવાણિયા દ્વારા) મોરબી: સરકાર દ્વારા મોરબી ને જીલ્લો બનાવવામાં આવેલ છે. મોરબી જીલ્લા એક ઉદ્યોગિક રીતે વિકસતો જીલ્લો છે. મોરબી માં ઘણા ઉદ્યોગો આવેલ છે. જેવાકે સમગ્ર ભારત માં નબર વન સિરામિક ઉદ્યોગ આવોજ બીજો જેને સમગ્ર ભારત તેમજ વિદેશ માં નામ કાઢયું છે તેવો ઘડિયાળ ઉદ્યોગ, કોટન ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ. હીરા ઉદ્યોગ પ્લાસ્ટિકઉદ્યોગ. આમ વિવિધ ઉદ્યોગો સભર આ જીલ્લો દિવસે ને દિવસે વિકસી રહ્યો છે. વિકસતા ઉદ્યોગો ને કારણે બહાર થી લોકો રોજી રોટી રળવા માટે, મોરબી માં આવીને વસવાટ કરે છે. જેના કારણે મોરબી ની વસ્તી પણ સતત વધતી રહે છે. આ વધતી વસ્તી ના કારણે સ્કુલ કોલેજો પણ નવી નવી બનતી રહે છે.
આવા વિકસતા જીલ્લા માં એક કમી મહેસુસ થઇ રહી છે, તે છે પ્રાણી સંગહાંલય ની મોરબી માં એક પ્રાણી સંગહાંલય હોવું જોઈએ તેવું લોકો બોલી રહયા છે. મોરબીના આજુ બાજુ માં એવી જગ્યા ઓ પણ છે કે જ્યાં પ્રાણી સંગહાંલય બનાવી શકાય અને આ માંટેની સરકાર સહયોગ ઈચ્છે તો સ્થાનિક સેવા ભાવી સંસ્થાઓ અને એશોશિયેશનો નો સહયોગ પણ મળી રહે તેમ છે.
આ પ્રાણી સંગહાંલય બનવાથી નાના બાળકો તેમજ પરિવાર ના લોકો પોતાના મળતા સમય માં તેની મુલાકત લઇ અને મનોરંજન તેમજ પોતાના જ્ઞાન નો વિકાસ કરી શકશે. જેથી મોરબી જીલ્લા માં એક પ્રાણી સંગ્રહાલય બનાવવા પ્રમુખ શ્રી સેતુબંધ ફાઉન્ડેસન મોરબી કે.ડી. બાવરવા દ્વારા મંત્રી નિતિન ભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide