ટંકારા સ્થા જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીની જન્મ જંયતિની ઉજવણી

12
328
/

કારા શ્રી સંધ ની વિનંતી સહ ભાવના ને લક્ષ્‍ય મા લઈ ને ટંકારા મુકામે પરમ પુજ્ય સૌમ્યસ્વરૂપી હિરાબાઈ મહા. ની દિવ્ય કુપાવંત પ પુ. જાગુતીબાઈ મહા સાથે ૬ થાણા નિ મંગલકારી પ્રેરણા મહિમાવર્ત તપની આરાધના ઉપર ખુબ જ ભાવ પુર્વક ની સમજણ થકી. સમસ્ત જૈન સમાજ સાથે પાટીદાર રત્નો બિજી તરફ પરમાર પરીવાર મણિયાર પરીવાર અને કંસારા પરીવાર પણ નવ પદ આયંબિલ ઓળી મા જોડાયેલ.

ટંકારા ના આંગણે જ્યા જૈન સમાજ ની સંખ્યા ઓછી છે ત્યાં ૫૦ જેટલી સંળગ ઓળી તો ૩૦ જેટલા રોજના આયંબિલ આરાધના કરનાર ટંકારા માટે અવિસ્મરણીય છે અને આ બધુ શક્ય મહાસતીજી ની અંતરિક્ષ આરાધના થકી શક્ય બન્યુ છે સાથે સમસ્ત જૈન જૈનેતરો ને સાથે રાખી મહાવીર સ્વામી ની જન્મ કલ્યાણક ની ઉજવણી ધામધૂમથી કરી હતી આ તકે ૯૦ આયંબિલ અને ચિ. ભાવિન કે ગાંધી એ સાતમો ઉપવાસ પણ કર્યો હતો જન્મ કલ્યાણક ને અનુરૂપ પશ્રનોતરી તથા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમા સૌવ ભાવપૂર્વક જોડાયા હતા.

આમ ચૌત્ર માસ મા દરરોજ વ્યાખ્યાન પ્રતિકમણ સ્તવન અને વિવિધ આરાધના થી સકળ સંધ મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પ. પુ જાગૃતિબાઈ મહા. આદીથાણા ૭ દ્વારા યુવાધન બાળકો અને માતા પિતા ને લઈ જૈનાલિઝમ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું

શ્રી સંધ માં ચંદુભાઈ ગાંધી રાજુભાઈ ગાંધી અને રમેશભાઈ ના નેતૃત્વ હેઠળ તમામ કાર્યકરો અનેરા ઉત્સાહ સાથે પ્રસંગોપાત સુંદર વ્યવસ્થા કરી રહેલ છે સાથે સંધ ને હિરાબાઈ મહાસતીજી ની માસીક પુર્ણ તિથિ પણ ટંકારા ઉજવેલ જેમા જીવદયા માટે ૧૦ લાખ જેટલી રકમ મળી હતી અને આજે આયંબિલશાળા માટે આશરે એક લાખ થી વધુ નો ભંડોળ સ્થા જૈન સંઘ ને અર્પણ કર્યો હતો

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.