[રિપોર્ટ : નયન રાવરાણી] ભાયાવદર ગામ માં વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ભાયાવદર ના ચકલી પ્રેમી નરેન્દ્ર.ભાઈ ફળદુ દ્વારા આજરોજ પોતાના ખર્ચે 15000 જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધી મા અંદાજે સવા લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવેલ છેલ્લા 4 મહિનાથી આજુબાજુની 25 જેટલીસ્કૂલ અને આજુબાજુના 40 જેટલા ગામડામાં પોતાની જ મેહનત થી ચકલીના માળા લગાડ્યા
ચકલી પ્રેમી નરેન્દ્રભાઇ ફળદુ દ્વારા વિશ્વ ચકલીના દિવસે એક સુંદર વાત કહી કે….દરેક માણસ પ્રકૃતિ ના ઋણ માં હોય છે એ ઋણ આપણે ….
પંખી ની સેવા,
વૃક્ષો વાવી
ઘાયલ પંખી ને નજીક ના સારવાર કેન્દ્ર સુધી પોહચાડી આ ઋણ ચૂકવવું જોઈએ.
આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્ર ભાઈ દરેક લોકો ને એક અપીલ કરી કે…. આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહિ 365 દિવસ ઉજવશું તો આપણા આ ઘર આંગણાની રિસાયેલા ચકલી ફરી આપણા આંગણે કલબલાટ કરતી જોવા મળશે.
સાથે બાળકોને ચકલીનાં માળા કેમ બનાવવા,ચકલી બચાવવા શું શું પ્રયાસ કરવા,ચકલી ને ખોરાક માં શુ આપવું વગેરે વિશે માહિતગાર કર્યા.
ચકલી પ્રેમી નરેન્દ્રભાઇ ફળદુ દ્વારા વિદ્યાર્થીને ને ચકલીનાં માળા યોગ્ય જગ્યાએ લગાડવા, ઘર આંગણે એક વૃક્ષ વાવવું, સાથે શિયાળામાં ચકલીનાં માળા લગાડવા ઉનાળામાં જ્યાં છાયો આવતો હોય ત્યાં પાણી નું કુંડા મૂકવા ચોમાસા માં ચકલી માટે ચણ ની ડિશ મૂકવી .અને પંખી ને સેવ ગાઠીયા ના ખવડાવવા એવી સુંદર પ્રકૃતિ ની વાતો કરી ને વિધાર્થી માં પ્રકૃતિ નું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide