[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં વધુ એક સ્પા પાર્લરની આડમાં કુટણખાનું ઝડપાયું છે, જેના મોરબી-વાંકાનેર હાઇવે રોડ ઉપર વિશાલ ફર્નિચરની પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા મસાજ પાર્લરમાં બહારથી મહિલાઓ બોલાવી દેહ વિક્રયની પ્રવૃત્તિમાં સ્પામાં આવતા ગ્રાહકોને શરીર સુખ માણવાની તમામ સુવિધાઓ પુરી પાડી ચલાવવામાં આવતા દેહ વ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે
આ સાથે બે સ્પા સંચાલક આરોપીઓની રૂ.૫૮,૫૦૦/-ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી છે. જ્યારે પોલીસના દરોડા દરમિયાન અન્ય એક આરોપી હજાર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ સામે ધી ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્શન એકટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide