મોરબી : મોરબી તાલુકાના નવા નાગડવાસ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને 2 તોલા સોનું અને રોકડની ચોરીને અંજામ અપાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નવા નાગડાવાસ ગામે અમરબેન નારણભાઈ ડાંગરના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. તિજોરી તોડીને તેમાં રહેલ 2 તોલા સોનાના દાગીના અને રોકડની ચોરી કરી છે. અમરબેન તેમના ભાઈના ઘરે ગયા હતા ત્યારે શુક્રવારે મોડી રાત્રે ચોર ટોળકીએ તેમના ઘરના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપ્યો હતો. સવારે, અમરબેનના ભત્રીજાને આ ઘટનાની જાણ થતાં તેમણે અમરબેનને ફોન કર્યો. ઘરે પાછા ફરીને તપાસ કરતાં ચોરી થઈ હોવાની ખાતરી થઈ હતી. આ અંગે અમરબેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
