મોરબીમાં આગામી 21 ડિસેમ્બરે મોરબીમાં મહારોગ નિદાન કેમ્પ યોજાશે

0
54
/

વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ અને જનજાગૃતિ અભિયાન રાજકોટ દ્વારા આયોજન

મોરબી : હાલ વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ મોરબી અને જનજાગૃતિ અભિયાન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે મહારોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયુર્વેદ અને હોમીયોપેથના 25 જેટલા તબીબો સેવા આપશે.

આગામી તા.21 ડિસેમ્બરના રોજ મોરબી ઉમિયા સર્કલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પ્રજ્ઞા પુરાણ કથા સ્થળ ખાતે વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ મોરબી અને જનજાગૃતિ અભિયાન રાજકોટના સંયુક્ત ઉપક્રમે મહારોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું છે જેમાં 25 જેટલા નામાંકિત તબીબો સેવા આપનાર છે. આ કેમ્પમાં ભાગ લેવા ઇચ્છતા નાગરિકોએ તા.16થી 20 દરમિયાન ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે સવારે 8થી 12 અને બપોરે 4થી 6 દરમિયાન કેસ લખાવી જવા અને વધુ વિગતો માટે મોબાઈલ નંબર 6352299810 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/