હળવદમાં સંગમ ટાઇલ્સ ના નામની બોગસ
પેઢી ઊભી કરી ટ્રાઈલ્સનું કર્યું’તું વેચાણ
આરોપીઓએ બોગસ પુરાવાઓ ઉભા કરીને મેળવ્યો હતો જીએસટી નંબર લોન દેવાના બહાને હળવદના યુવાન પાસે મેળવ્યા હતા અસલી આધાર પુરાવા,સંગમ ટાઈલ્સના નામની બોગસ પેઢી ઉભી કરી ટાઈલ્સનું કર્યું હતુ વેચાણ, જેમાં બે આરોપી સિકંદર વાલેરા રહે હળવદ અને અનીલ દેલવાડિયા રહે મોરબી વાળાની પોલીસે ધરપકડ કરી છે જયારે રાજકોટના રાકેશ પટેલ નામના શખ્સને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કયૉ છે
હળવદ પોલીસ પ્રાપ્ત માહિતી અનુસાર આ કામના આરોપીએ સરકાર સાથે ચેટિંગ કરે તેમજ કરચોરી કરી જીએસટી હેઠળ લેવા માટે ખોટા દસ્તાવેજ બનાવી સરકાર સાથે છેતરપીંડી કરેલ જેથી ઉપર જણાવેલ આરોપી ખોટા દસ્તાવેજો ઉભા કરી સરકાર સાથે જીએસટી કાયદા હેઠળ સરકાર વેરાની મોટી ચોરી કરવાનું કાવતરું કરી એકબીજાને મદદગારી કરી ખોટા દસ્તાવેજો નો સાચા તરીકે ઉપયોગ કરી માલનો ડીલેવરી કર્યા વગર માહે 4 /2018 તથા 5/2018ના સમય દરમિયાન માત્ર બીલિંગ પ્રવૃત્તિ કરી સરકારને કુલ 4.56 કરોડનું નુકસાન કરી ગુનો કરવા બાબતે બે આરોપીને ઝડપી પાડ્યા છે અને એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે હળવદ પીઆઈ એમ.આર.સોલંકી દ્રારા ચક્રો ગતિમાન કર્યા છે
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.