મોરબી: તાજેતરમા જિલ્લાના મોરબી તાલુકાના બીલીયાથી મોડપર ગામને જોડતો ૪/૦ કિ.મી.અન્ય જિલ્લા માર્ગ છે. સદર રસ્તા પર બગથળાથી ૨/૦ કિ.મી.ના અંતરે ઉપરવાસમાં સિંચાઈ વિભાગના ચેક ડેમ પાસે ૩ ગાળાનું સ્લેબ ડ્રેઈન હાલ જર્જરીત હાલતમાં છે. સદર કામની મંજુરી મળેલ હોય આ કામ ચોમાસા બાદ શરૂ થનાર છે. હાલ સદર સ્લેબ ડ્રેઈન જર્જરીત હોય રસ્તો ફરજીયાત રીતે બંધ કરવો જરૂરી હોય આ રસ્તાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી આ રસ્તાનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ રસ્તાના વિકલ્પે બીલીયા ગામે જવા માટે બીલીયા-બગથળા રોડનો તેમજ મોડપર ગામે જવા માટે કોસ્ટલ હાઈવે થી મોડપર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.આ હુકમનો ભંગ કરનારને પોલીસ દ્વારા અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર બનશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide