મોરબી: તાજેતરમાં રાજ્યના હવામાન વિભાગે શુક્રવારથી ત્રણ દિવસ વરસાદની આગાહી આપી હતી જે મુજબ શુક્રવારે રાત્રીથી જ મોરબી જીલ્લામાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો અને આજે વહેલી સવાર બાદ સાંજના સુમારે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો
રવિવારે વહેલી સવારે મોરબી શહેર અને જીલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેમજ રવિવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને હવામાનમાં આવેલ પલટો બાદ સાંજના સુમારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો તો તે પૂર્વે હળવદના રણકાંઠા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો તેમજ માળિયા પંથકના અનેક ગામડાઓમાં બપોરે વરસાદ વરસ્યો હતો કમોસમી માવઠાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને તૈયાર પાકને નુકશાન થાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide