મોરબી: જુના બસ સ્ટેન્ડ પાસે રિક્ષા પાર્ક કરવા મુદ્દે રીક્ષાચાલક યુવકને આરોપીઓ સાથે ઝઘડો થયો હતો. જેનું મનદુઃખ રાખી રીક્ષાચાલક યુવક પર ધોકા અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે ત્રણ શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે થી મળતી માહિતી મુજબ મોરબીના જોન્સ નગર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા અસલમ કાસમ સંઘવાણીને શુક્રવારે સાંજના સમયે જુના બસ સ્ટેન્ડ પાસે રીક્ષા રાખવા મુદ્દે અબ્દુલ હબીબ ઉર્ફે હબો, રમજુ કરીમભાઇ ભટ્ટી, ઇમરાન ઉર્ફે ભટ્ટો હેદરભાઇ સાથે ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ યુવક પર છરી અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. યુવકે આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે હેડ કોન્સ્ટેબલ વી. પી. છાશિયાએ વધુ તપાસ હાથ ધરેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide