મોરબી માળીયા હાઇવે પર આવળ ઇન્ડસ્ટ્રીઝ રોડ પર જવાના રસ્તે આવેલા અતુલ કાંટા નજીક પરેશ ઠાકરસી પટેલ પોતાના કબ્જાની ઓરડીમાં બહારથી લોકોને બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની એલસીબીના હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કાણોતરાને બાતમી મળી હતી
અને તેના આધારે એલસીબી પી.આઈ.વી બી જાડેજા અને સ્ટાફના વિક્રમસિંહ સબળ સિંહ બોરણા, ચંદુભાઈ કાળુભાઇ,કોન્સ્ટેબલ ભગીરથ સિંહ ઝાલા,નીરવ મકવાણા,સહિતનાએ દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા પરેશ ઠાકરશીભાઈ અમૃતિયા, પરેશ મહાદેવ જગોદણાં, ધર્મેશ જયંતિ બાવરવા, અંબારામ છગનભાઇ કાસુન્દ્રા, સંદીપ નરભેરામ અધારાને ઝડપી લીધા હતા અને તેઓ પાસેથી રોકડ 93,500, 25 હજારની કિંમતના 5 મોબાઈલ મળી કુલ 1,18,500નો મુદામાલ જપ્ત કરેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide