46.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી વધુ ગરમ, ગાંધીનગરમાં 46 ડિગ્રી !!

0
17
/

મોરબીમાં 41 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું !!

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] રાજકોટ : હાલ રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે ગુરુવારે પણ સુરજદેવતાએ આકરો અને અસહ્ય તાપ વરસાવ્યો હતો સાથે જ ગુરુવારે વૈશાખી વાયરાની શરૂઆત થઇ હોય તેમ કાળઝાળ ગરમી વચ્ચે બપોરના સમયે રાજકોટમાં 30 કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે પવન ફૂંકાતા ગરમીનો પારો નીચે ઉતરવાની સાથે લોકોને આકરી લૂ સહન કરવી પડી હતી.ગુરુવારે અમદાવાદ 46.6 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું જયારે રાજકોટમાં પવન ફૂંકાતા તાપમાનનો પારો નીચે સરકી 43.8 ડિગ્રી રહ્યો હતો, મોરબીમાં આજે 41 ડિગ્રી આસપાસ તાપમાન રહ્યું હોવાનું જાણવા મળે છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા 25મી મે સુધી હિટવેવની આગાહી કરતા સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને કચ્છની સાથે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત વડોદરા અને વલસાડમાં ગરમીનો પારો ઊંચકાવાની જાહેરાત કરી હતી, ગુરુવારે રાજ્યમાં સવારે લઘુતમ તાપમાન 26 થી 31 ડિગ્રી સુધી રહેતા રાત્રી દરમિયાન પણ લોકોને ગરમીનો સામનો કરવો પડ્યો હતો.બીજી તરફ ગુરુવારે સૌરાષ્ટ્ર અને કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો, ગુરુવારે અમદાવાદમાં 46.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 45.9 ડિગ્રી, ગાંધીનગરમાં 46.0 ડિગ્રી, અમરેલીમાં 44.4 ડિગ્રી, ભુજમાં 42.8 ડિગ્રી, ડીસામાં 45.4 ડિગ્રી, રાજકોટમાં 43.8 ડિગ્રી, આણંદમાં 45 ડિગ્રી,વડોદરામાં 45.0, પોરબંદરમાં 37.4 ડિગ્રી, ભાવનગરમાં 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/