[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જિલ્લામાં ફરી મેઘકૃપા વરસી છે. સવારથી છુટક-છુટક વરસાદ પડી રહ્યો છે થોડીવાર વિરામ અને થોડીવાર પછી વરસાદ એમ સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સાંજે 4થી 6 દરમિયાન હળવદમાં દે ધનાધન અઢી ઇંચ અને મોરબીમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રમાં બે દિવસથી શ્રીકાર વર્ષા વચ્ચે મોરબી જિલ્લામાં મન મુકીને વરસવામાં મેઘરાજા કંજુસાઈ કરી રહ્યા છે. આજે સવારથી સાંજના 6 વાગ્યા સુધીમાં મેઘરાજા ત્રુટક-ત્રુટક વરસી રહ્યા છે. સવારથી જ હળવાથી ભારે ઝાપટા પડી રહ્યા છે. ત્યારે સવારથી સાંજના 4 વાગ્યા સુધીમાં ટંકારામાં 30 મિમી એટલે સવા ઈંચ વરસાદ પડી ગયો છે. જ્યારે વાંકાનેરમાં 7 મિમી અને મોરબીમાં 4 મિમી વરસાદ પડ્યા બાદ સાંજે 4થી 6 દરમિયાન હળવદમાં 60 મિમી એટલે અઢી ઇંચ અને મોરબીમાં 10 મિમી, તેમજ વાંકાનેરમાં 7 મિમી અને ટંકારામાં 3 મિમી વરસાદ પડ્યો હતો. હાલ ધીમીધારે મેઘમહેર ચાલુ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide