મોરબી યાર્ડમાં આજે 5275 મણ કપાસની આવક થઇ: ભાવ 1486 સુધી બોલાયા

0
26
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ તારીખ 17 જાન્યુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી સહિતના પાકોની આવક થવા પામી છે. આજે 1055 ક્વિન્ટલ એટલે કે 5275 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા ભાવ 1486 સુધી બોલાયા છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસ ઉપરાંત 117 ક્વિન્ટલ ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 671, તલના 2100, જીણી મગફળીના ભાવ પ્રતિ મણ 1184 સુધી ભાવ બોલાયા છે. આ ઉપરાંત જીરુંના 4176, બાજરાના 626, ચણાના 1179 અને એરંડાના 1220 રૂપિયા ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1000 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 300 રૂપિયા, કોબીજના 140 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 900 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 440 રૂપિયા ભાવ બોલાયા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/