એક કલાક કરતા પણ વધુ સમય અધિકારીઓએ બેઠક કરી અંતે માત્ર આશ્વાસન
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં આદેશ બાદ મોરબીમાં ગેસી ફાયર વપરાશ બંધ થયા બાદ ઉદ્યોગકારોએ નેચરલ ગેસનૉ ઉપયોગ કર્યો જોકે અચાનક ગેસની ડિમાન્ડ વધી જતાં ગેસ કંપની પૂરતા પ્રેશરથી ગેસ ન આપી શકતાં છેલ્લા 15 દિવસ પહેલા પીપળી રોડ પર મોટા પાયે નુકશાન થયાંનાં સમાચાર મળ્યા હતા જે બાદ ગેસ કંપનીએ નવી ગેસલાઇન નાખવાની કામગીરી શરૂ કર્યુ હતું અને કામચલાઉ ઉપાય રૂપે એ વિસ્તારન ઉદ્યોગકારોને 20 ટકા ગેસ પર કાપ મુકવા જણાવ્યું હતું. જો કે તેમ છતાં કેટલાક ઉદ્યોગકારો ગેસ વપરાશ પર કાપ ન મુક્તા બુધવારે રાત્રે ફરી પ્રેશર ઘટ્યુ હતું અને ઉધોગકારોને ન છૂટકે એકમ બંધ કરવા પડ્યા હતા. જે બાદ આજે મોરબી સિરામીક એસોસિએશનનાં આગેવાન નીલેશ જેતપરિયા, મુકેશ ઉઘરેજા કિશોર પટેલ અને અન્ય સિરામીક ઉદ્યોગકારો ગેસ કંપનીએ આવી પહોંચ્યા હતા.આગેવાનોએ અધિકારીઓ સાથે એક કલાક સુધી ચર્ચા વિચારણા કરી હતી. પ્રેશરની સમસ્યા 24 કલાકમાં દૂર કરવાની ખાતરી આપી તો ગાળા ગામથી શાપર સુધી 5 કિમી સુધી 6 ઈંચ પાઈપ લાઇન પાથરવાની કામગીરી ચાલુ હોય અને એક સપ્તાહમાં પ્રશ્નનું નિરાકરણ લાવવાનું આશ્વાસન આપ્યું હતું.
24 કલાકમાં પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી બાદ મામલે થાળે પડ્યો
પીપળી રોડ પર 20 જેટલાં સીરામીક ઉદ્યોગકારોને ઓછા પ્રેસરથી ગેસ મળવાની જે સમસ્યા ઉભી થઇ તેને લઈ અમે ગુજરાત ગેસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અગાઉ એક સીરામીક ઉધોગ અને અન્ય સીરામીક ઉદ્યોગકારો ને વાપરવાની છૂટ આપી હતી.જો કે હવે આ છુટ રદ કરી પીપળી રોડના તમામ ઉદ્યોગને 20 ટકા ફરજિયાત કાપ મૂકવાંમાં આવશે એવી અમે ખાતરી આપી છે. પ્રેસરની સમસ્યાનું 24 કલાકમાં નિવારણ લાવવામાં આવશે અને પાઈપલાઇનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી.
મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.