તાજેતરમા મોરબીમાં પરીક્ષા દરમિયાન ફરજ પરના શિક્ષક સાથે ઝપાઝપી કરનાર શિક્ષકને બરતરફ કરાયો હોય જે મામલે શિક્ષક સંઘે શિક્ષણ નિયામક સમક્ષ રજૂઆત કરી હતી જે અંગે મોરબી રાજપૂત સમાજે શિક્ષક સંઘને રજૂઆત કરી છે અને બરતરફ શિક્ષકની તરફેણ ના કરવા જણાવ્યું છે
રાજપૂત સમાજ મોરબીના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજા તેમજ રાજપૂત કરણી સેનાના પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે બરતરફ કરાયેલ શિક્ષક રોહિત આદ્રોજા પર શિક્ષકને ન શોભે તેવું અશોભનીય વર્તન કરેલ હોય અને સસ્પેન્ડ કર્યા બાદ બરતરફ કરેલ છે જે બાબતે તપાસ સમિતિને યોગ્ય સાથ સહકાર ના આપેલ હોય અને તેની વિપરીત જઈને ડીપીઈઓ વિરુદ્ધ કોર્ટ મેટર કરેલ હોય જેથી અન્ય અધિકારીની નિમણુક કરીને નવી તપાસ સમિતિ બનાવેલ છતાં શિક્ષકે તેમાં હાજર ના રહીને પોતાનો પક્ષ રજુ કરેલ ના હતો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide