રાજાશાહી સમયેથી અસ્તિત્વમાં આવેલ મોરબી સુધરાઈ 1950મા નગરપાલિકા બની : 35 હજારની વસ્તી સાથે પાલિકા બની હતી
મોરબી : સમગ્ર વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મોરબીને નગર પાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યો છે , બીજી તરફ નગરપાલિકાના 74 વર્ષના સમયગાળામાં મોરબીએ એક, બે, કે ત્રણ નહિ પણ 57 જેટલા પ્રમુખો જોયા છે ઉપરાંત 11 વખત વહીવટદારોનું શાસન રહ્યું હતું,મોરબી શહેરમાં રાજાશાહી સમયથી નગરપાલિકા એટલે કે, સુધરાઈ અસ્તિત્વમાં છે, 1950થી સુધારાઈ તરીકે અસ્તિત્વમાં આવેલ મોરબીમાં 35 હજારની વસ્તી સાથે 1950મા પ્રાણલાલ પી.દોશી પ્રથમ પ્રમુખ તરીકે સતા ઉપર બિરાજ્યા હતા. બીજી તરફ 1950થી લઈ 2023 સુધીમાં કુલ 57 જેટલા પ્રમુખો અને 11 વખત વહીવટદારોએ મોરબીની શાસનધુરા સંભાળી ચુક્યા છે.મોરબીમાં રાજાશાહી સમયથી જ સુધરાઈ એટલે કે નગર પાલિકા અસ્તિત્વમાં હતી જે 1960માં નગરપાલિકા બન્યા બાદ ગુજરાત સરકારે 2024ના બજેટમાં સતાવાર રીતે નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનાવવા સૈદ્ધાંતિક મંજૂરી આપ્યાના 11 માસ બાદ સરકારે 1-01-2025 ના રોજ મોરબીને મહાનગરપાલિકા અસ્તીત્વમાં આવી.
ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા પૂર્વે વર્ષ 1950મા પ્રાણલાલ દવે, ડો.રતિલાલ મહેતા, ડો.તખ્તસિંહ જાડેજાથી લઈ વર્ષ 2021 સુધીમાં કુસુમબેન કે.પરમાર સુધીના શાસકો સતા ઉપર આવ્યા હતા જેમાં નાગરિક મંડળ, પ્રજા મંડળ, જનસંઘ, કોંગ્રેસ અને 1995મા પ્રથમ મહિલા પ્રમુખ બાદ ભાજપ શાસક પક્ષ તરીકે આવ્યું હતું જેમાં વહીવટદાર અને ઇન્ચાર્જ પણ સત્તામાં આવ્યા હતા. વર્ષ 2004 એટલે કે 20 વર્ષ પહેલા મોરબીને મહાનગર પાલિકા બનાવવા માટે તત્કાલીન પ્રમુખ લાખાભાઈ જારીયાએ દરખાસ્ત કરી હતી જે બાદ અવાર નવારની રજૂઆતને અંતે મોરબીને નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બનાવી છેમોરબી : મોરબી નગરપાલિકાના 74 વર્ષના ઇતિહાસમાં અનેક રાજકીય પક્ષોનો ઉદય-અસ્ત થયો હતો જેમાં સૌ પ્રથમ 1950થી 1967 સુધી ભાજપ કે કોંગ્રેસ નહીં પરંતુ નાગરિક મંડળનું રાજ ચાલ્યું હતું, જે બાદ 1967માં પ્રજામંડળ અસ્તિત્વમાં આવ્યું જે 1974 સુધી શાસનમાં રહ્યા બાદ 1975માં સૌ પ્રથમ વખત જનસંઘના મહાનંદ જેસ્વાણી સતા ઉપર આવ્યા હતા.વર્ષ 1991માં પુનઃ નાગરિક મંડળ સત્તામાં આવ્યું અને 1995માં પ્રથમ મહિલા પ્રમુખ દિનાબા જાડેજા સત્તા ઉપર બિરાજમાન થયા જે બાદ 1995માં ભાજપનો ઉદય થયો અને નાગરિક મંડળના અગેવાનો ભાજપ સાથે જોડાઈ ગયા હતા.આશ્ચર્યજનક બાબત એ છે કે દેશની જૂનામાં જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ મોરબીમાં પ્રથમ વખત 2015માં પ્રથમ વખત સતામાં આવી હતી અને એ પણ પાટીદાર અનામત આંદોલનના પરિણામ સ્વરૂપ, જે બાદ કોંગ્રેસ સતા ન જીરવી શકતા અઢી વર્ષમાં બળવો થતા વિકાસ સમિતિ, ભાજપ સહિત ત્રણ પ્રમુખ બદલાયા હતા અને છેલ્લે કેતન વિલપરા પ્રમુખ તરીકે 2020 સુધી શાસન કરી શક્યા હતા. છેલ્લે મોરબીની જનતાએ તમામ બાવન બેઠક ભાજપને ભેટ ધર્યા બાદ ઝૂલતા પુલ દુર્ઘટના સર્જાતા પાલિકાના ઇતિહાસમાં પહેલી વખત સુપરસીડ થઈ હતી. ત્યારથી 31-12-2024 સુધી વહીવટદારે શાસન કર્યું અને 1-01-2025 ના રોજ મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide