રાજકોટના જામનગર રોડ પર આવેલા પડધરી તાલુકાના ન્યારા ગામની કરોડો રૂપિયાની છ એકર સરકારી જમીન પર ક્રિકેટ પિચ બનાવી ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હોવાની હકીકત ધ્યાનમાં આવતા પડધરી તાલુકા મામલતદારે નોટિસ આપ્યા બાદ
સોમવારે સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બુલડોઝર ફેરવી દઇ રૂ.30 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. પડધરી મામલતદાર કેતન સખિયાએ જણાવ્યા અનુસાર રાજકોટના જામનગર રોડ પરની ન્યારા સરવે નં.214ની છ એકર સરકારી જમીન પર દબાણ કરી ક્રિકેટ પિચ બનાવી નાખવામાં આવ્યાની અને તેને દર શનિવારે અને રવિવારે તથા અન્ય દિવસોમાં રૂ.3-3 હજારના ભાડે વાપરવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી. આથી ન્યારા ખાતેની જમીનનો સરવે કરતાં કોઇ દબાણકાર મળી આવ્યા ન હતા. આથી ગત અઠવાડિયે સ્થળ પર નોટિસ લગાવી હતી અને સોમવારે બુલડોઝર સાથે દબાણવાળી જગ્યાએ જઇને બન્ને પિચ ખોદી નાખી હતી અને જમીનનો કબજો લઇ લેવામાં આવ્યો હતો. આ દબાણકાર કોણ હતા તેની કોઇ માહિતી મળી નથી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide