મોરબી બાર એસોસીએશન દ્વારા સર્ક્યુલેટ ઠરાવ આવતીકાલે તા.2થી અરજન્ટ કાર્યવાહી સિવાય કોર્ટમાં હાજરી નહિ આપે
મોરબી : હાલ મોરબીમાં કોરોના સંક્રમણ વધતા બાર એસોસિએશન દ્વારા સર્ક્યુલેટ ઠરાવ કરી આવતીકાલે તા.2થી 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા નક્કી કર્યું છે જેની તમામ અસીલોએ નોંધ લેવી.
મોરબી શહેર જિલ્લામાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર હોવાની ગંભીર નોંધ લઈ મોરબી બાર એસોસિએશન દ્વારા તાત્કાલિક સર્ક્યુલેટ ઠરાવ કરી આવતીકાલે તા.2 એપ્રિલથી 9 એપ્રિલ સુધી કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા ઠરાવ કરવામાં આવ્યો છે અને આ દિવસો દરમિયાન માત્ર અરજન્ટ કામગીરી કરી કોર્ટ કેમ્પસ છોડી દેવા પણ વકીલ મિત્રોને જણાવાયું છે સાથે સાથે નામદાર કોર્ટને પણ વિનંતી કરી વકીલોની ગેરહાજરી દરગુજર કરી અલગ અલગ સ્ટેજે રહેલા કેસ યથાવત રાખવા વિનંતી કરી છે અને અરજન્ટ યુટીપી કેસની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ મોરબી બાર એસોસીએશન પ્રમુખ અને સેક્રેટરી દ્વારા પણ જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide