મોરબી : નિસર્ગ વાવાઝોડાનો ગુજરાત પર ખતરો હોવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે આ વાવાઝોડાની મોરબી જિલ્લામાં નહિવત અસર થવાની છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે મોરબીના માર્કેટીંગ યાર્ડને આજથી બે દિવસ એટલે કે તા.4 સુધી બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મોરબીનું માર્કેટીંગ યાર્ડ 5 જૂને રાબેતા મુજબ ધમધમી ઉઠશે.
લોકડાઉનના કારણે છેલ્લા થોડા સમય પહેલા જ મોરબીનું માર્કેટીંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યું હતું અને પ્રથમ તબક્કે ઘઉંની ખરીદી શરૂ થયા બાદ રાજસ્થાનથી મોટાભાગના શ્રમિકો પરત આવી જતા અન્ય જણસીઓની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જોકે મોરબીનું માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ધમધમતું થયું હતું. ત્યારે નિસર્ગ વાવાઝોડું ગુજરાતના વિભિન્ન ભાગોમાં 3 અને 4 જૂને ત્રાટકવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી. જેના પગલે તંત્ર એલર્ટ મોડ ઉપર આવીને તકેદારીના પગલાં લીધા હતા. જોકે આ વાવઝોડાની મોરબી જિલ્લામાં અસર નહિવત થવાની હોવા છતાં સાવચેતીના ભાગરૂપે મોરબીના માર્કેટીંગ યાર્ડને આજથી 4 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યું છે અને ખેડૂતોને જણસીઓ લઈને માર્કેટીંગ યાર્ડમાં વેચવા ન આવવાની સૂચના આપી દેવામાં આવી છે. તેથી, 5 જુનથી માર્કેટીંગ યાર્ડ રાબેતા મુજબ ધમધમી ઉઠશે તેમ માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ જણાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide