મોરબી: તાજેતરમા સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના ગુનામાં સગીરાનું અપહરણ કરી લઇ જતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યા છે.
ગત તા. 16 જુલાઈના રોજ આરોપી મેહુલભાઇ ચકાભાઇ (રહે. ખારકુવા પાસે, રામાપીરના મંદીર પાસે, જોરાવરનગર, તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર)એ સગીરાને ભગાડી અપહરણ કરી લઇ ગયેલ હતો. તેની તપાસ મોરબી સીટી બી-ડીવીજન પોલીસ સ્ટાફ કરતા હોય. તે દરમ્યાન પોલીસ ખાનગી હકીકતના આધારે મોરબીની મહેંદ્રનગર ચોકડી પાસે આરોપી તથા ભોગ બનનારની તપાસમાં હતા. તે વખતે ભોગ બનનાર તથા આરોપી ઘુંટુ બાજુથી ચાલ્યા આવતા હતા. આથી, બન્નેને પોલીસ હવાલામા લઇ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ હતા અને બંન્નેના કોવીડ-19 રિપોર્ટ કરાવવા માટે મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે સેમ્પલ લેવડાવેલ છે. તેમજ કોવિડ-19 રીપોર્ટ આવ્યાથી આગળની કાર્યવાહી કરવા તજવીજ ધરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide