મોરબીમા લખધીરપુર કાલિકાનગર જવાનો રસ્તો ૧૪મી ઓક્ટોબર સુધી બંધ

0
43
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: લખધીરપુરથી કાલિકાનગર જવાના રસ્તાપર આવેલ હયાત માઈનોર બ્રીજ અતિભારે તુટી ગયેલ હોય સલામતીના ભાગરૂપે કોઈ મોટો અકસ્માત કે જાનહાની ન થાય તે હેતુથી સદરહું બ્રીજની બંને બાજુ માટીના પાળા કરી રસ્તો તાત્કાલીક અસરથી બંધ કરેલ હોય જ્યાં સુધી ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ બંધ ન થાય ત્યા સુધી ડાયવર્ઝન ની કામગીરી શક્ય ન હોય વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુક્તુ જાહેરનામું જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર તા.૧૪મી ઓક્ટોબર સુધી લખધીરપુરથી કાલિકાનગર જવા માટેના રસ્તા પર પ્રતિબંધ મુકવામાં આવેલ આ રસ્તાના વિકલ્પે કાલિકાનગર જોઈનીંગ નીચીમાંડલ, રાતાભેર રોડ (કાલિકાનગર જવા માટે)નો ઉપયોગ કરી શકશે.
આ હુકમનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર બનશે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/