મોરબીમાં બાયો ડીઝલ વેચનારા પર તબાહી, 3 પંપમાંથી 19.65 લાખનો મુદામાલ જપ્ત કરાયો

0
166
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

તાજેતરમાં મોરબી જીલ્લામાં ગેરકાયદેસર બાયો ડીઝલની બુમરાણ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ આજે જીલ્લાના પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી જેમાં ત્રણ સ્થળેથી બાયો ડીઝલનો જથ્થો મળી આવતા ૧૯.૬૫ લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે

મોરબી જીલ્લામાં એનઓસી વગર બાયો ડીઝલનું વેચાણ કરવામાં આવતું હોય જે ગેરકાયદેસર પ્રવૃતિઓ રોકવાના હેતુથી આજે જીલ્લા પુરવઠા અધિકારી એસ પી પટેલની સુચનાથી નાયબ મામલતદાર પાલીયા સહિતની ટીમે બાયો ડીઝલનું વેચાણ કરતા હોય તેવા સંભવિત ૨૩ પંપ પર ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ત્રણ પંપ પરથી બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જેમાં રંગપર નજીક આવેલ સુધા ઓર્ગેનિક ઓઈલમાંથી ૧૨.૯૧ લાખ, વાંકાનેરના મહાવીર બાયો ડીઝલમાંથી ૩.૮૭ લાખ અને ભલગામ નજીક ગુજરાત બાયો ડીઝલમાંથી ૨.૮૭ લાખનો જથ્થો સીઝ કર્યો હતો અને કુલ ૧૯.૬૫ લાખની કિમતનો મુદામાલ સીઝ કરવામા આવેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/