મોરબીમાં આરોગ્ય વિભાગ કોરોના પોઝીટીવ કેસનો આંક કેમ છુપાવે છે ?

0
77
/

મોરબી: કોરોનાના કેસો સતત વધી રહ્યા હોય અને વધતા કોરોના કહેર વચ્ચે કોરોના કેસનો આંક છુપાવવામાં આવતો હોય તેવા ગંભીર આક્ષેપ જાગૃત યુવાન દ્વારા કરવામાં આવ્યા છે

મોરબીના જાગૃત યુવા પંકજ રાણસરીયા અને તેની ટીમ તપાસ કરતા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચી હોય ત્યારે ઇન્ચાર્જ અધિક્ષક દૂધરેજિયા આઠ દિવસની રજા પર હોય અને ચાર્જ ડો. સરડવા પાસે હોવાનું જાણવા મળ્યું હતું તેમજ કોરોના રીપોર્ટ માટે કેટલીક સુવિધાઓનો પણ અભાવ છે એટલું જ નહિ પ્રાઈવેટ હોસ્પિટલમાં જે લોકો કોરોના પોઝીટીવ આવે છે તેની જાણ સરકારને કરવામાં આવતી નથી

જેનો અર્થ થયો કે મોરબીમાં કોરોના પોઝીટીવ કેસ ઓછા બતાવવામાં આવે છે તેનાથી અન્ય લોકોમાં પણ કોરોના સંક્રમણ ફેલાય છે સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે પ્રાઈવેટ હોસ્પિટલથી પણ ખુબ મોટી સંખ્યામાં કોરોના પોઝીટીવ આવે છે જેની નોંધ સરકારી તંત્ર લેતું નથી સરકારી તંત્ર ખાલી સિવિલ હોસ્પિટલ અંદર થતા રીપોર્ટના આંકડા જાહેર કરે છે જે બહુ ઓછી હોય છે જેથી સામાન્ય જનતા ગુમરાહ થતી હોય તેવું લાગે છે જેથી પંકજ રાણસરીયાએ ખાનગી હોસ્પિટલ સાથે સંપર્કમાં રહીને શક્ય તેટલા સચોટ આંકડા જાહેર કરવા અપીલ કરેલ છે

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/