માળિયા: માળીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં કોરોના કહેર રોકવા ગ્રામજનો જાગૃતતા દાખવી રહયા છે અને સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યા છે જેમાં ખાખરેચી ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે અને દુકાનો બપોરે ૧ સુધી ખુલ્લી રાખવામાં આવશે
માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં તા. ૧૯ થી ૨૫ સપ્ટેમ્બર સુધી લોકડાઉન જાહેર કરાયું છે જેમાં ગ્રામ પંચાયતે ગ્રામજનોને કેટલાક નિયમોનું પાલન કરવા જણાવ્યું છે જે લોક ડાઉનના નિયમોમાં ખાખરેચી ગામમાં દુકાનનો સમય સવારે ૮ થી બપોરે ૧ સુધીનો રહેશે દુકાને માત્ર ૩ વ્યક્તિઓ હાજર રહી શકશે અને સામાજિક અંતર જાળવવાનું રહેશે દુકાન બહાર કામ સિવાય બેસવું નહિ અને તેની જવાબદારી દુકાનદારની રહેશે સાથે જ માસ્ક પહેરવું ફરજીયાત રહેશે
સાથે જ દુકાનદારોએ સેનેટાઈઝર રાખવું ફરજીયાત છે દુકાનદાર અને ગ્રાહકે હાથ સેનેટાઈઝ કરવા જણાવ્યું છે તમામ ગ્રામજનોએ સ્વૈચ્છિક લોકડાઉનમાં સહયોગ આપવા ગ્રામ પંચાયતે અનુરોધ કર્યો છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide