મોરબી: માળિયાના ક્રિષ્ના નગર ગામમાં કોરોના અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે કોરોના સવૅલન્સ કરવામાં આવ્યું.
જેમાં શંકાસ્પદ દર્દીને કોવીડ ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત આરોગ્ય વિભાગે ગ્રામજનોને સોશીયલ ડીસટન્સનું પાલન કરવું, ગરમ પાણીના કોગળા કરવા, લીંબુ પાણી પીવું, વારંવાર હાથ ધોવા, માસ્ક ફરજીયાત પહેરવુ, બિનજરૂરી ઘરની બહાર ના નીકળવું. વધુ તકલીફ જણાય તો તાત્કાલિક હોસ્પિટલમા રીફર થઈ જવું તેમજ ઘર ના વૃદ્ધ ,નાના બાળકો, ને વધુ તકેદારી રાખવા જણાવ્યું હતું
આરોગ્ય વિભાગ ની સાથે રહી ગામના આગેવાન મનીષભાઈ, શીરીષભાઈ તથા નયનભાઈ દ્વારા ગામમાં નિશુલ્ક માસ્ક વિતરણ કર્યું. અને એમના દ્વારા બધા જ ઘરે સમજવા માં આવ્યું કે સ્વયં પોતાની ફરજ સમજી હાલ બધા જ લોકો કોરોના મહામારી માં પોત પોતાની જવાબદારી સમજી આપણા પરિવારને કોરોનાથી બચાવીએ. અને આરોગ્ય વિભાગ દ્વારા આપેલ સૂચનોનું પાલન કરીએ. અને કોરોનાને માત આપીએ એવી ગામ ના આગેવાન મનીષભાઈ કાંજીયા અને શીરીષભાઈ કાવર અને નયનભાઈ કાવર તથા તેમની ટીમ દ્વારા ગામજનોને અપીલ કરવાંમાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide