ઉત્તર ગુજરાતમાં ગઈકાલે બુધવારે ડીસાને બાદ કરતાં 4 શહેરમાં ઠંડી 2 ડીગ્રી સુધી વધી હતી. પાટણનું 9.5 ડીગ્રી અને હિંમતનગરનું 10.7 ડીગ્રી સીઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. મહેસાણામાં ઠંડીનો પારો સવા ડીગ્રી જેટલો ઘટીને 10.4 નોંધાયો હતો. અંગ ધ્રુજાવતી ઠંડી અને ચાબકા મારતા ઠંડાહેમ પવન ગુરુવારે પણ યથાવત્ રહેશે. ત્યાર બાદ વાતાવરણમાં પલટો આવતાં ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide