મોરબી જિલ્લામાંથી 9 સીએનજી રીક્ષા તથા 2 કાર ડિટેઇન કરવામાં આવી

0
250
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

આઈપીસી કલમ 279, મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 184, 185 અને પ્રોહીબિશન કલમ 66 (1) બી હેઠળ 11 વાહનચાલકો સામે ગુન્હા પણ નોંધાયા

મોરબી: જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને લઈને ટ્રાફિક પોલીસે પેસેન્જર વાહનો, રીક્ષા સહિત ખાનગી વાહનોનું ચેકીંગ સઘન બનાવ્યું છે ત્યારે મંગળવારે દિવસ દરમ્યાન કુલ 11 વાહનચાલકો સહિત એક ઠંડાપીણાંની રેંકડીનો ધંધાર્થી પોલીસની હડફેટે ચડી જતા તમામ સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

મોરબી સીટી એ.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં ખાટકીવાસના નાકા પાસેથી 1 સીએનજી રીક્ષા, ગ્રીનચોક પાસેથી 1 ઠંડાપીણાંની લારી, બી ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં ગેંડા સર્કલ, બસસ્ટોપ પાસેથી 2 સીએનજી રીક્ષાને વિવિધ કલમો હેઠળ ડિટેઇન કરી કેસ પણ નોંધવામાં આવ્યા છે.જ્યારે વાંકાનેર સીટી. પો. સ્ટે. વિસ્તારમાં પુલ દરવાજા ચોકમાંથી 1 સીએનજી રીક્ષાને કલમ 188 હેઠળ, જિનપરા પાસેથી કેફીપીણું પીને કાર ચલાવતા ચાલક સામે પ્રોહી. કલમ 66 (1) બી હેઠળ, રાતીદેવડી રોડ પર, ઈંટોના ભઠ્ઠા પાસેથી નશો કરેલી હાલતમાં કાર ચલાવવા બદલ એક શખ્સ સામે કલમ 185 મુજબ, વાંકાનેર તાલુકા પો. સ્ટે.ની હદમાં ઢૂંવા ચોકડી પાસેથી 4 સીએનજી રીક્ષાચાલકો સામે તથા ટંકારામાં નગરનાકા પાસેથી 1 સીએનજી રીક્ષા ચાલક સામે અલગ અલગ કલમો હેઠળ ગુન્હા પણ રજિસ્ટર કરી વાહનો ઝપ્ત કરાયા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/