(Mehul Bharvad Halad) હળવદ : હળવદ નજીક બોલેરો કાર હડફેટે વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના જુના ઢવાણા ગામે રહેતા મુકેશભાઈ નાથુભાઈ માધાણી ઉ.વ.૩૩ નામના યુવાન ગત તા.૨૯ ના રોજ હળવદ બાયપાસ ધ્રાંગધ્રા ત્રણ રસ્તા પર તેમના મોટા સાસુ પોતીબેન તળશીભાઈ મકવાણા (ઉ.વ.૭૫) સાથે મોટર સાયકલ નંબર જી.જે.૩૬.સી.૮૬૭૭ લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે બોલેરો ગાડી નંબર જી.જે.૧૮.એ.જેડ .૪૩૩૭ ના ચાલકે બાઇકને હડફેટે લેય સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. જ્યારે યુવાનને ઇજા થવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો અને આજે તેણે આ બનાવની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બોલેરો કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ ચાલવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide