(રિપોર્ટ: પ્રતીક આચાર્ય) ટંકારા ની અતિ પ્રાચીન ગરબી રાજબાઇ ગરબી ના નામે રાજબાઇ ચોક માં 5 દાયકા થી પણ વધુ સમય થી ચાલે છે ટંકારા ના ગ્રામજનો ના સાથ સહકાર થી ટંકારા ના કુમારભાઈ ભાટિયા પરિવાર ચલાવે છે
વર્ષો થી ચાલતી પ્રાચીન ગરબી માં અવનવા પ્રાચીન રાસો નાટકો પ્રસંગો કરી બાળાઓ પ્રાચીન રીત રિવાજો મુજબ માતાજી ની આરાધના કરવામાં છે અને 100 થી વધુ બાળાઓ એમાં ભાગ લેતી હોય છે અને નવરાત્રી ના અંતે ઘણા બધા દાતાઓ તેમજ ગરબી મંડળ વતી દરેક બાળાઓ ને લાણી ના રૂપ માં ગિફ્ટ આપવામાં આવે છે
પરંતુ આ વખતે કોરોના ના ની મહામારી ને લીધે સંક્રમણ વધે નય અને વધુ ફેલાય નય એના લીધે સરકારશ્રી ની ગાઈડ લાઈને ને ધ્યાન માં રાખીને ખાલી મંડળ ના સભ્યો ને ગામ ના આગેવાનો ની હાજરીમાં માતાજી નો મંડપ રોપી ગરબી ની સ્થાપના કરવામાં આવી છે અને એક કલાક માતાજી ની આરતી …સ્તુતિ …અને આરાધના કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે
ઘણા વર્ષો થી ચાલતી ગરબી આ વખતે ના થવાથી નાની નાની બાળાઓ અને ગામના આગેવાનો તેમજ ભક્તો એ દુઃખ ની લાગણી વ્યક્ત કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide