માળીયા: માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડી હતી સવિતાબેન હરિભાઈ અગેચાણીયા વાડીની અંદર કામ કરી રહ્યા હતા ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો
વરસાદ ચાલુ થતાં સાસુ અને વહુ વાડિએ થી ઘર તરફ પરત ફરી રહ્યા હતા સાસુ સવિતાબેન ઉપર વીજળી પડતા સવિતાબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું વીજળી પડતાની સાથે ગામલોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા કે જે વીજળી પડી હતી તે સવિતાબેન મંદરકીગામના સરપંચ ભીમાભાઇના ભાભીનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું ત્યારે સવિતાબેન બોડીને લઇને માળીયા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવેલ હતા
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide