મોરબીમાં ચારેબાજુ રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય હદે વધી ગયો છે શહેરના મુખ્ય માર્ગો પર ઢોર અડીંગો જમાવી બેસતા હોય છે
જેથી ટ્રાફિકની સમસ્યા ઉપરાંત અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે મોરબીના સામાજિક કાર્યકરોએ પાલિકા તંત્રને રજૂઆત કરી છે અને ઢોરના ત્રાસમાંથી મુક્તિ ના મળે તો કાનૂની રાહે લડતની પણ ચીમકી ઉચ્ચારેલ છે.મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે અને જીજ્ઞેશભાઈ પંડ્યાએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરના નગર દરવાજા, ગ્રીન ચોક, શનાળા રોડ, રવાપર રોડ, વાવડી રોડ અને પુલ પર સર્વત્ર રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળે છે રસ્તા પર ઢોર હોવાથી ટ્રાફિક સમસ્યાનો વાહનચાલકોએ સામનો કરવો પડે છે તો રસ્તા પરના ઢોર રાહદારી અને વાહનચાલકોને અડફેટે લેતા હોવાથી અકસ્માતો સર્જાય છે તો રાત્રીના અંધકારમાં વાહનચાલકો ઢોર સાથે અથડાવવાના બનાવો વધી રહ્યા છે જે સમસ્યા અંગે અનેક રજૂઆત છતાં નીમ્ભર તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી રખડતા ઢોર મામલે પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાવ્યું હતું ત્યારે જો નગરપાલિકા રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ નહિ અપાવે અને યોગ્ય કાર્યવાહી ના કરે તો ઉચ્ચ સ્તરે રજૂઆત કરાશે તેમજ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી કાનૂની લડત આપવાની પણ તૈયારી પણ દર્શાવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide