ટંકારાના છતર નજીક પુરપાટ જતી કારે શ્રમિક પરિવારની બાળકીને ઠોકરે ચડાવી દેતા કરુણ મૃત્યુ

0
64
/

મોરબી: આજે રાજકોટ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે વધુ એક અકસ્માતમાં માસૂમ બાળકીનો ભોગ લેવાયો હતો પુરપાટ ઝડપે જતી કારે રાહદારી માસૂમને ઠોકરે ચડાવતા બાળકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર કારગત નીવડે તે પૂર્વે જ બાળકીનું મોત થયું હતું

આ બનાવની મળતી માહિતી મુજબ ટંકારાના છતર ગામે રહેતા પવનભાઈ પાતલીયાભાઈ નિગવાલ અને તેના પત્ની રોશનબેન નજીકમાં આવેલ વાડીએ મજુરી કામ માટે ગયેલ હોય અને બપોરના સમયે મજુરી કામ કરી જમવા માટે નીકળતા મોરબી રાજકોટ હાઈવે ક્રોસ કરી પોતાની વાડીએ જતા હોય દરમિયાન સફેદ કલરની ફોરવ્હીલ ગાડી જીજે ૦૩ એલએમ ૫૭૨૭ પુર ઝડપે આવતી હોય જે કારચાલકે ફરિયાદીની ચાર વર્ષની દીકરી દિપાલીને અડફેટે લીધી હતી જે અકસ્માતમાં માસૂમ બાળકીને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડાઈ હતી જોકે સારવાર કારગત નીવડે તે પૂર્વે માસૂમે દમ તોડ્યો હતો બનાવને પગલે ટંકારા પોલીસે કાર ચાલક સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/