ખેડૂતોએ ઘરે કે ખેતરે રહીને એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા
‘જગત તાત ડીઝીટલ આંદોલન’ના પ્રણેતા જે. કે. પટેલે મોરબી જિલ્લાના ખેડૂતોની મુલાકાત લીધી
મોરબી : વિવિધ કૃષિ પ્રશ્નોને લઈને ગુજરાત ભરમાં ખેડૂતો આક્રોશમાં છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે પણ ખેડૂતોએ પોતાની માગણીઓને વળગી રહીને સમય અનુસાર અલગ રીતે વિરોધ દર્શાવી રહ્યા છે. જેમાં ગુજરાતભરમાં ખેડૂતો વીમા માફી દેણા માફી અને ખેડૂત આગેવાન પર થયેલ અત્યાચારના મુદ્દાને લઈને છેલ્લા ઘણા સમય થયા ડિજિટલ આંદોલન કરી રહ્યા છે.
મોરબી જિલ્લાના આશરે 200 થી વધુ ગામોના ખેડૂતો ગઈકાલે તા.19 ને રવિવારના રોજ એક દિવસના પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી ડિજિટલ આંદોલનમાં જોડાયા હતા અને પોતાની માંગણીઓ અંગે સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સાથે ડીજીટલ આંદોલનને વેગવંતુ બનાવવા કમર કસી હતી.તેમજ ખેડૂતોએ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
આ મુદ્દે ખેડૂત આગેવાન કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રણ મુખ્ય માંગણીઓને લઇને ડિજિટલ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં રવિવારના દિવસે મોરબી જિલ્લાના ખેડૂતો આ આંદોલનમાં જોડાઈ અને ખેડૂતને માગણીઓને ન્યાય અપાવવા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યાં હતાં. મોરબી જિલ્લાના સુલતાનપુર, નાના ભેલા, વાધરવા, વિર વિદરકા, કોયલી, હડમતીયા, વાંકાનેર, ટંકારા, માળીયા મીયાણા, હળવદ, મોરબી તાલુકાના 200 થી વધુ ગામડાઓના ખેડૂતો આ ડીજીટલ આંદોલનને વેગવંતુ બનાવવા માટે પોતાના ઘરે કે ખેતરે પ્રતીક ઉપવાસ પણ કર્યા હતા.
આ ઉપરાંત, જગત તાત ડિજીટલ આંદોલનના પ્રણેતા જે.કે પટેલ ઉપવાસ પર બેઠેલા યોદ્ધાઓની મુલાકાત મોરબી, ટંકારા, વાંકાનેર, માળીયા લેવા આવ્યા હતા. આ તકે ઉપવાસ પર ઉતરેલ ખેડૂતપુત્રો લક્ષ્મણભાઈ આહીર, જયેશભાઈ કાલરીયા, ભીખાલાલભાઈ ડાકા, રમેશભાઈ ખાખરીયા, પ્રદીપભાઈ પટેલ, ગૌતમભાઈ વામજાની મુલાકાત લીધી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide