મોરબી : હડતાલના 12માં દિવસે સફાઈ કામદારોનું કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન

45
117
/

ચીફ ઓફિસર અને પ્રમુખ ફરજ હાજર નહિ થાવ તો અન્યોને રાખી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ

મોરબી : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોની બેમૂળતી હડતાલ વધુને વધુ ગંભીર બની ગઈ છે.ત્યારે આજે હડતાળના 12માં દિવસે સફાઈ કામદારોએ નગરપાલિકા ખાતે કાળી પટ્ટી ધરણ કરી પ્રમુખ અને ચીફ ઓફિસરના નામે નારેબાજી કરીને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મોરબી નગરપાલિકામાં સરકારના 11 માસના કરાર આધારિત સફાઈનું કામ કરતા 220 જેટલા રોજમદાર સફાઈ કામદારો કાયમી કરવાની અને વેતન વધારો કરવાની માંગ સાથે ગત તા.18 થી બેમૂદતી હડતાલ પર ઉતરી ગયા છે. હડતાલ દરમ્યાન રોજમદાર સફાઈ કામદારો દરોજજ પાલિકા કચેરીએ અવનવા કાર્યક્રમો આપીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.જોકે આ સફાઈ કામદારોની માંગણીઓ સંદર્ભે પાલિકા તંત્ર સાથેની વાટાઘાટ નિષફળ રહેતા આ હડતાલ યથાવત રહી છે અને આજે હડતાળના 12માં દિવસે રોજમદાર સફાઈ કામદારોએ પાલિકા કચેરીએ કાળી પટ્ટી ધારણ કરી પ્રમુખ અને ચીફઓફિસર વિરુદ્ધ નારેબાજી કરીને ઉગ્ર દેખાવો કર્યા હતા.આ સફાઈ કામદારોએ તંત્ર સમક્ષ તેમનું માસિક વેતન રૂ.16 હજાર કરવાની તથા 3 વર્ષમાં કાયમી કરવાની માંગ કરી હતી. સાથોસાથ પ્રમુખ અને ચીક ઓફિસર ફરજ પર હાજર નહિ થાવ તો નોકરીમાંથી હાંકી કાઢીને અન્યોને નોકરીએ રાખી લેવાનું કહેતા હોવાનો સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો હતો.આવે આવતીકાલે થાળીનાદનો કાર્યક્રમ આપશે તેવું જણાવ્યું છે

આવા વધુ સમાચારો માટે અમારુ ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.