મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાવ સાથે ઉલ્ટીઓ, આંતરડામાં સોજો..બીજી માર્ચનાં કાર્યક્રમો રદ

0
246
/

ગાંધીનગર: ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે શુક્રવારે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબીબોએ કરી હતી. વિજય રૂપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જૂનાગઢ જવા રવાના થયા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ રાજકોટ હવાઇમથકે યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને આવકારી તેમની સાથે શિવરાત્રી મેળા માટે જૂનાગઢ જવાના હતા. પરંતુમુખ્યમંત્રીને રાજકોટ ખાતે પણ સ્વાસ્થ્યની આ ફરિયાદ યથાવત રહેતાં તેઓ અમદાવાદ પરત આવ્યા હતા. મુખ્યમંત્રીની ત્યાર બાદ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડૉ.આર. કે. પટેલ અને ડૉ. મનોજ ઘોડાએ સારવાર અર્થે આરોગ્ય તપાસ કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબીબી તપાસ બાદ ડૉ. આર. કે. પટેલે અને ડૉ. મનોજ ઘોડાએ નિદાન કરતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીને ઉલટી અને તાવ તેમજ આંતરડામાં દુઃખવાની ફરિયાદ હતી. તેમને આંતરડા પર સોજો હોવાનું નિદાન થયું છે.મુખ્યમંત્રીની તબિયત હાલ સ્થિર છે અને ચિંતાનું કોઇ જ કારણ નથી. તબીબોએ વિજય રૂપાણીને આરામ કરવાની સલાહ આપી છે. તેના કારણે મુખ્યમંત્રીના આવતીકાલ બીજી માર્ચ – ર૦૧૯ના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/