મોરબીની મેઈન બજારમા જર્જરિત મકાનનો અમુક હિસ્સો ધરાશયી, એક મહિલાને ઇજા

0
76
/
રવિવારે બનેલી ઘટનામાં હજુ સુધી તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ

મોરબી : મોરબીની મેઈન બજાર ગઢની રાંગ પાસે આવેલું વર્ષો જુના જર્જરિત મકાનનો ઉપરનો અમુક હિસ્સો અચાનક ધરાશયી થયો હતો. આ ઘટનામાં એક મહિલાને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. મેઈન બજાર વિસ્તારમાં ગઈકાલે રવિવારે આ ઘટના બન્યા બાદ હજુ સુધી સંબંધિત તંત્ર યોગ્ય કાર્યવાહી માટે ન ડોકાતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની મેઈન બજારમાં આવેલ ગઢની રાંગ વિસ્તારમાં મોરબી પ્લાજા પાસેનું આશરે 70 વર્ષ જૂની મકાન ખખડી ગયું હોવાથી આ જર્જરિત મકાનનો ઉપરનો અમુક હિસ્સો નીચે પડ્યો હતો. જર્જરિત મકાનનો અમુક હિસ્સો ધરાશયી થતા એક મહિલાને ઇજા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે રોષ ઠાલવતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ ગઈકાલે રવિવારે ઘટના બની હતી. બાદમાં આ બાબતે સાવચેતીના પગલાં ભરવા માટે તંત્રને જાણ કરાઈ હતી. પરંતુ જવાબદાર તંત્ર હજુ સુધી આ વિસ્તારમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે ફરક્યું નથી. આ વિસ્તારમાં મેઈન બજાર છે અને કાપડ બજાર હોવાથી સતત ધમધમતો રહે છે. ત્યારે આ ખખડી ગયેલા મકાનથી મોટી દુર્ઘટના સજાઈ તે પહેલાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી વેપારીઓએ માંગણી કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/