જમીન દફતર વિભાગના કર્મચારીનો રિપોર્ટ રવિવારે પોઝિટિવ આવ્યા બાદ વિભાગને બંધ કરી દેવાયો
મોરબી : મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. અહીંના એક કર્મચારીનો રવિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આજ સોમવારે કચેરીને સેનેટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને જે શાખામાં કર્મચારી કામ કરતા હતા તેને બંધ કરી દેવામાં આવી છે.
મોરબી જિલ્લામાં કોરોનાનો આતંક વધી રહ્યો છે. તેવામાં કલેકટર કચેરીના એક કર્મચારી પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. કચેરીના જમીન દફતર વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-3ના સર્વેયરનો કોરોના રિપોર્ટ ગઈકાલે રવિવારે પોઝિટિવ જાહેર થયો હતો. જેના પગલે આજે સોમવારે કલેકટર કચેરીને સેનેટાઇઝ કરવામાં આવી હતી. ઉપરાંત તકેદારીના ભાગરૂપે જમીન દફતર વિભાગને હાલ બંધ રાખવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide