1 ઓગસ્ટથી અનલોક-3 લાગુ : દેશભરમાંથી નાઈટ કર્ફ્યૂ હટાવાશે,5 ઓગસ્ટથી જિમ ખોલી શકાશે,સ્કૂલ-કોલેજ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે

0
410
/

તાજેતરની માહિતીનુસાર ગૃહમંત્રાલય દ્વારા આજે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન આજે જારી કરાવમાં આવી છે. તે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમ જ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથે વ્યાપક ચર્ચા વિચારણા કર્યા બાદ તેમની પાસેથી જે અભિપ્રાયો કે મંતવ્યો મળ્યા છે તેને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

  • રાત્રીના સમયે (રાત્રી કર્ફ્યૂ) વ્યક્તિગત રીતે અવર-જવર કરવા પર જે નિયંત્રણો મુકવામાં આવ્યા હતા તે ઉઠાવી લેવામાં આવ્યા છે.
  • યોગ સંસ્થાઓ તથા જીમ્નેસિયમ્સને 5મી ઓગસ્ટ,2020થી ખોલવા માટે મંજૂરી આપવામાં આવશે. આ સંદર્ભમાં સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર (SOP) આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા જારી કરવામાં આવશે. કોવિડ-19ના ફેલાવાને અંકૂશમાં લેવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની બાબતને સુનિશ્ચિત કરવાની રહેશે.
  • સ્વતંત્રતા દિવસ નિમિતે કાર્યક્રમો સોશિયલ ડિસ્ટન્ડિંગ તેમ જ અન્ય આરોગ્ય સંબંધિત પ્રોટોકોલ જેવા કે માસ્ક પહેરવા વગેરેનું પાલન કરીને યોજવા મંજૂરી આપવામાં આવશે. આ અંગે ગૃહ મંત્રલાય (MHA) દ્વારા 21મી જુલાઈ,2020ના રોજ જે સૂચનો જારી કર્યા હતા તેનું પાલન કરવાનું રહેશે.
  • રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે વ્યાપક ચર્ચાવિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે શાળા, કોલેજો તથા કોચિંગ ઈન્સ્ટિટ્યુટ 31 ઓગસ્ટ,2020 સુધી બંધ રહેશે.
  • મુસાફરોને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને વંદે ભારત મિશન અંતર્ગત મર્યાદિત સ્થિતિમાં જ મંજૂરી આપવામાં આવશે.

કન્ટેઈનમેન્ટ ઝોનની બહાર નીચેની કામગીરીઓને હજુ મંજૂરી મળી નથી

  • મેટ્રો રેઈલ
  • સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ્સ, એન્ટરટેઈનમેન્ટ પાર્ક્સ, થિએટર, બાર, ઓડિટોરિયમ્સ, એસેમ્બલી હોલ તથા તેના જેવા અન્ય સ્થળો
  • સોશિયલ/રાજકીય/રમત-ગમત/એન્ટરટેઈનમેન્ટ/શૈક્ષણિક/સાંસ્કૃતિક/ધાર્મિક કાર્યક્રમો તથા એવા કાર્યક્રમો કે જેમાં વિશાળ જનમેદની ભેગી થાય તેમ હોય.

આ તમામ પ્રવૃત્તિઓ કે કામગીરીને ખુલ્લી મુકવા માટે અલગથી નિર્ણય કરવામાં આવશે, પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરીને તેને આધારે નિર્ણય લેવામાં આવશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

⦁ 31 ઓગસ્ટ,2020 સુધી કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન જાળવી રાખવાનું રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં કોવિડ-19ના ફેલાવાને અટકાવવા માટે રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા યોગ્ય કન્ટેઈનમેન્ટ ઝોનનું નિરૂપણ કરવું જરૂરી બનશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MOHFW) દ્વારા ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કન્ટેઈનમેન્ટ ઝોન નિર્ધારીત કરવાના રહેશે. ચુસ્ત માપદંડ સાથે નિયંત્રણ જાળવવાનું રહેશે અને ફક્ત અત્યંત આવશ્યક હોય તેવી જ પ્રવૃત્તિઓને પરવાનગી આપવામાં આવશે.
⦁ આ કન્ટેઈનમેન્ટ ઝોનને સંબંધિત જિલ્લા કલેક્ટરો તેમ જ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા વેબસાઈટ પર નોટીફાઈડ કરવાના રહેશે તેમ જ આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને આ અંગેની માહિતી પૂરી પાડવાની રહેશે.
⦁ કન્ટેઈનમેન્ટ ઝોનમાં રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના સત્તાવાળાઓ દ્વારા પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવાની રહેશે તેમ જ આ ઝોનમાં ગાઈડલાઈનને લગતા નિયંત્રણાત્મક પગલાનું ચુસ્તપણે પાલન પણ કરવાનુ રહેશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/