મોરબીમા આઈ.ટી.આઈ માં વિવિધ પ્રકારના કોર્ષમાં પ્રવેશ 20મી ઓગસ્ટ સુધી મેળવી શકાશે

0
32
/

મોરબી : તાજેતરમાં ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થા મોરબી ખાતે ચાલતા વિવિધ પ્રકારના કોર્ષ/વ્યવસાયો જેવા કે (૧) ડ્રાફ્ટસમેન સીવીલ (૨) ફીટર (૩) ઈન્સ્ટુમેન્ટ મિકેનિક (૪) મિકેનિક મોટર વ્હીકલ (૫) ઇલેક્ટ્રોનીક્સ મિકેનિક (૬) ઇલેક્ટ્રીશ્યન(૭) કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસીસ્ટન્ટ (૮) વેલ્ડરમાં પ્રવેશ મેળવવા માટે તા. ૦૧/૦૭/૨૦૨૦ ના રોજથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે.

ઉપરોક્ત કોર્ષ/વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવાર પોતાનું ઓનલાઈન પ્રવેશફોર્મ https://itiadmission.gujarat.gov.in તથા https://www.talimrojgar.gujarat.gov.in વેબ સાઈટ પર તા.૨૦/૦૮/૨૦૨૦ સુધી ભરી શકશે. તેમજ રજીસ્ટ્રેશન તા. ૨૧/૦૮/૨૦૨૦ ના સાંજના ૧૭.૦૦ કલાક સુધી નિયત કરવામાં આવેલ છે. ઓનલાઈન પ્રવેશફોર્મ ભર્યા બાદ તેની પ્રિંન્ટઆઉટ કાઢી તેમાં જે સંસ્થા માટે ફોર્મ ભરવાનું હોય તેની વિગતો ભરી નીચે મુજબના જરુરી લાયકાતના સ્વપ્રમાણીત પ્રમાણપત્રોની નકલો સાથે મહેંદ્રનગર ચોકડી થી હળવદ રોડ પર આવેલ સરકારી આઇ.ટી.આઇ. મોરબી ખાતે રુ.૫૦/- ફોર્મ/આઇ.ટી.આઈ દિઠ રજીસ્ટ્રેશન ફી ભરી તે અંગેની પહોચ મેળવી લેવાની રહેશે. આઇ.ટી.આઇ.મોરબી ખાતે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. તેમજ પ્રવેશ અંગેના માર્ગદર્શન માટે સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી પ્રવેશ માર્ગદર્શન કાઉન્ટર કાર્યરત કરવામાં આવેલ છે.

ઉમેદવારે (૧) ધોરણ ૮, ૯ અને ૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર (૪) જાતીનુ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય) (૫) આધાર કાર્ડ (૬) પાસપોર્ટ સાઈઝ ફોટો (૭) બેંક પાસબૂક ( મરજીયાત) (૮) આવકનો દાખલો (૯) BPL (જો લાગુ પડતું હોય) ના જરૂરી અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ સાથે લાવવાના રહેશે. તેમજ વધુ માહિતી માટે મોબાઇલ નંબર ૯૬૦૧૧ ૦૦૬૩૮, ૯૮૭૯૫ ૧૩૨૭૧, ૯૭૧૨૧ ૫૭૪૧૭ પર પણ માહિતી મેળવી શકાશે. તેમ આચાર્ય, ઔધોગિક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/