મોરબી : તાજેતરમાં મોરબીના નગર દરવાજા ચોક ખાતે રીક્ષા સ્ટેન્ડમાં રીક્ષાવાળાઓને રીક્ષા રાખવાની મંજુરી આપવા બાબતે રીક્ષાવાળાઓએ એસ.પી.ને લેખિત રજૂઆત કરી છે.
રિક્ષાવાળાઓએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે તેઓ નગરદરવાજા રીક્ષા સ્ટેન્ડમાં છેલ્લા 40 વર્ષથી 8 રીક્ષા સાવ સાઇડમાં પાર્કીગ કરીને કોઇને ન નડે તેમ રીક્ષા રાખે છે. અને પેસેન્જરના ફેરાઓ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. નગર દરવાજે રાજાશાહી વખતથી 8 રીક્ષાઓનું સ્ટેન્ડ છે. પહેલા અહી ઘોડા ગાડીઓ ઉભી રહેતી અને આધુનીક યુગ નગરપાલીકાએ અહીં 8 ઓટો રીક્ષાઓનું સ્ટેન્ડ મંજુર કરેલ છે. જે છેલ્લા 40 વર્ષથી અમલમાં છે.
હાલ કોરોના માહામારીમાં અનલોકની પ્રક્રિયા સરકાર અપનાવી રહી છે. જેનો એક માત્ર ઉદેશ્ય છે કે સૌ કોઇને રોજગાર ધંધા કરવાની છુટ મળે અને સૌ પોતાનાં પરીવારનું ભરણ પોષણ કરી શકે. ત્યારે નગરદરવાજા ચોકમાં પોલીસ દ્વારા રીક્ષા સ્ટેન્ડમાં રીક્ષા ઉભી રાખવા બાબતે જોહુકમી કરીને સૌ રીક્ષા વાળાને ટી.આર.બી જવાનોએ ગાળો અને અસભ્ય ભાષામાં રીક્ષા સ્ટેન્ડમાં રીક્ષાઓને ઉભી રાખવા મનાઈ કરેલ છે. જે કોઇપણ જાહેરનામાનો ભાગ નથી.
વધુમાં, જણાવ્યું છે કે જાહેરનામા મુજબ પાથરણાવાળાને મનાઈ છે, રીક્ષાચાલકોને કાયદેસરનાં રીક્ષા સ્ટેન્ડમાં રીક્ષા રાખવા કોઇ જાહેરનામામાં મનાઈ ફરમાવામાં આવેલ નથી. જેથી, જાહેરનામાનું ખોટું અર્થઘટન કરતા પોલીસ સ્ટાફ અને ટી.આર.બી.ને જાહેરનામાનું ખોટુ અર્થઘટન ન કરવા આદેશ આપી કાયદેસર 8 રીક્ષા નગર દરવાજા ચોકમાં રાખવા મંજુરી આપવા અપીલ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide