મોરબી: તાજેતરમાં હાલ કોરોના મહામારી વચ્ચે તહેવારોની મોસમ શરુ થઇ હોય જેમાં મુસ્લિમ ધર્મના બકરી ઈદ ઉજવણીમાં જાનવરોની કુરબાની આપવામાં આવે છે ત્યારે ઇદના તહેવારને ધ્યાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે
મોરબી જીલ્લામાં આવેલ મોટી મસ્જીદ, ઇદગાહોમાં બકરી ઇદના તહેવાર અન્વયે મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્ર થવાનો કે ઝુલુસ યોજવાની શક્યતા હોય તેવા ધાર્મિક આગેવાનો, ટ્રસ્ટીઓ, સંચાલકો અને મૌલવીઓને કોવીડ ૧૯ અન્વયે ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ યોગ્ય સમજ આપવી જરૂરી હોય જેથી જીલ્લા કલેકટર જે બી પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે
જેમાં કોઈપણ વ્યક્તિ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં શેરીઓમાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહિ અને કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહિ. બકરી ઈદ તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહિ. કોવીડ ૧૯ ની મહામારી ચાલતી હોય તમામ વ્યક્તિઓને ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે અને સોશ્યલ ડીસટન્સ જાળવવાનું રહેશે જાહેર જગ્યામાં કોઈપણ વ્યક્તિએ થૂંકવું નહિ અને ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના કોવીડ ૧૯ ને અટકાવવા માટેના વખતો વખતના હુકમોથી આપવામાં આવેલ આદેશો અને માર્ગદર્શક સૂચનાઓનો ચુસ્ત અમલ કરવાનો રહેશે
આ જાહેરનામું મોરબી જીલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ રહેશે અને હુકમ ભંગ કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર પણ થશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide