મોરબી: તાજેતરમા જીલ્લામાં સરકારી શિક્ષણની ગુણવત્તામાં સુધારા અને અધિકારીઓની મહેનતને પગલે બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે ધોરણ ૯ થી ૧૨ માં કુલ ૧૪૯૯૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા હોય જેમાં ૨૨૦૮ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી તરફ વળ્યા છે
ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મોરબી જીલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) માં કુલ ૧૪૯૯૯ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે જેમાં ૨૨૦૮ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઈનાન્સ શાળામાંથી જીલ્લાની સરકારી, મોડેલ, RMSA/ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ લીધો છે જેમાં ધોરણ પ્રમાણે આંકડા પર નજર કરીએ તો ધોરણ ૯ માં ૬૫૦૬ પૈકી ૧૨૦૨, ધોરણ ૧૦ માં ૪૩૪૯ પૈકી ૩૯૨, ધોરણ ૧૧ સા.પ્ર.માં ૨૦૭૦ પૈકી ૪૧૨, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૮૨૮ પૈકી ૧૩૯, ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહના ૧૪૦ પૈકી ૩૭ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧૦૬ પૈકી ૨૬ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઈનાન્સ શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide